અવનવું

હોમ  |

સંગઠનની વિગતો કાર્યો અને ફરજો

મોટર વાહન ખાતાનું વહીવટી માળખું અને કામગીરી

(૧) વહીવટી માળખું

મોટર વાહન ખાતુ સરકારશ્રીના બંદર અને વહાન વ્યવહાર વિભાગ સચિવાલય, ગાંધીનગર સાથે સંકળાયેલું છે. વાહન વ્યવહાર કમશ્નરિશ્રીએ મોટર વાહન ખાતાના વડા છે. તેઓને મદદ કરવા માટે સંયુકત નિયામક, નાયબ નિયામકશ્રીઓ, સહાયક નિયામકશ્રીઓ, હિસાબી અધિકારી, સંશોધન અધિકારી તથા મોટર વાહન પ્રોસીકયુટર છે. વાહન વ્યવહાર કમશ્નરિશ્રીએ રાજ્ય વાહન વ્યવહાર સત્તા મંડળના સબ્ય સચિવશ્રી પણ છે.

વાહન વ્યવહાર ખાતામાં નિતી નયિમોના અમલીકરણ માટે અને વેરાની વસુલાત માટે રાજ્યને ૧૪ વિભાગ (રીજીયન) માં વહ-ચવામાં આવેલ છે. અમદાવાદ, હિંમતનગર, મહેસાણા, નડીયાદ, વડોદરા, સુરત, વલસાડ, ગોધરા, ભાવનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ, ભૂજ, અને પાલનપુર એમ ૧૪ વિભાગ છે, અને દરેક વિભાગના વડા તરીકે પ્રાદેશકિ વાહન વ્યવહાર અધિકારી છે. સુરેન્દ્રનગર, અમરેલી, ભરૂચ, ગાંધીનગર, બારડોલી, દાહોદ, પાટણ, પોરબંદર, નવસારી, રાજપીપળા, તથા આણંદ એમ ૧૧ પેટા વિભાગ ૯સબ-રીજીયન) માં સહાયક પ્રાદેશકિ વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરીઓ આવેલી છે. આ ઉપરાંત ગાંધીધામ અને મોડાસા ખાતે મોટર વાહન નિરીક્ષકોની કચેરીઓ આવેલી છે.

ગુજરાત રાજ્યમાં અન્ય રાજ્યોના વાહનો ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ પરથી, ગુજરાત-મધ્યપ્રદેશની સરહદ પરથી અને ગુજરાત-રાજસ્થાનની સરહદ પરથી દાખલ થાય છે. અન્ય રાજ્યોમાંથી ગુજરાત રાજ્યમાં દાખલ થતાં વાહનો ઉપર મોટર વાહન વેરો વસુલ લેવા તથા તેના પર મોટર વાહન અધનયિમ, ૧૯૮૮ તથા તે હેઠળના નયિમોના ભંગ બદલ માંડવાળ ફી વસુલ લેવા ૧૦ ચેકપોસ્ટો સ્થાપવામાં આવેલી છે. ગુજરાત અને મહારાષ્ટ્ની સરહદ પર ભિલાડ, સોનગઢ તથા વધઇ ખાતે ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ ઉપર દાહોદ તથા ઝાલોદ ખાતે અને ગુજરાત તથા રાજસ્‍થાન રાજ્યની સરહદ ઉપર અમીરગઢ, અંબાજી, થરાદ, ગુંદરી, થાવર તથા શામળાજી ખાતે ચેકપોસ્ટો સ્થાપવામાં આવેલ છે. તથા સામખીયાળી અને જામનગરની આંતરીક ચેકપોસ્ટો સ્થાપવામાં આવેલ છે.

મોટર વાહનનાં ખાતાની કામગીરી

મોટર વાહન ખાતાનાં અધિકારીઓએ નીચેદર્શાવેલ અધનયિમો અને નયિમોની જોગવાઈઓ મુજબ કામગીરી કરવાની હોય છે.

 • મોટર વાહન અધનયિમ- ૧૯૮૮

 • સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રુલ્સ -૧૯૮૯

 • ગુજરાત મોટર વ્હીકલ્સ રુલ્સ -૧૯૮૯

 • મુંબઈ મોટર વાહન વેરા અધનયિમ-૧૯પ૮ તથા મુંબઈ મોટર વાહન વેરા નયિમો -૧૯પ૯

 • મુંબઈ મોટરવાહન (ઉતારુ વેરો) અધનયિમ-૧૯પ૮ તથા મુંબઈ મોટરવાહન (ઉતારુ વેરો) નયિમો -૧૯પ૮ .

ઉપરોકત દર્શાવેલ અધનયિમો અને નયિમો અન્વયે તમામ પ્રાદેશકિ વાહન વ્યવહાર અધિકારીઓ અનેસહાયક અધિકારીઓને ના-ધણી અધિકારી, લાયસન્સ અધિકારી અનેકરવેરા અધિકારીઓની સત્તાઓ આપવામાં આવેલ છે તે મુજબ તેઅધિકારીઓ તેમના વિભાગમાંજાહેર જનતા માટે નીચે દર્શાવેલ કામગીરી તેમનાં તાબા હેઠળનાં મોટર વાહન નિરીક્ષકો દ્વારા કરેછે.

 • શિખાઉ લાયસન્સ આપવા ડ્રાયવીંગ લાયસન્સ આપવા તથા તાજા કરી આપવા, બેજ આપવા.

 • સ્ટેજ કેરેજનાં કંડકટર લાયસન્સ આપવા તથા તાજા કરી આપવા.

 • વાહનોની ના-ધણી માલિકીની તબદીલીની ના-ધણી કરી આપવી.જુના નોન ટ્રાન્સપોર્ટ વાહનોનું રજીસ્ટ્રેશન તાજુ કરી આપવું હાઈપોથીકેશન દાખલ કરવુ, રદ કરવું વગેરે..

 • અન્ય રાજયોમાંથી આવતાં વાહનો ગુજરાત રાજયમાં વાપરવા માટેરાખેલ હોયતો તેવા વાહનનોને ના-ધણી નંબર આપવા.

 • ટ્રાન્સપોર્ટ વાહનોને યાંત્રિક રીતે યોગ્યતાના દાખલા કાઢી આપવા તથા તાજા કરી આપવા.

 • ગુડઝ વાહનોને રાષ્ટ્રીય પરવાનાઆપવા, ઉતારુ બસોને સ્ટેજ કેરેજ તથા કોન્ટ્રાકટ કેરેજનાં પરવાના આપવા તથા તાજા કરી આપવા.

 • પ્રાયવેટ સવીર્સ વ્હીકલ પરમીટ, હંગામી પરમીટ તથા સ્પેશીયલ પરમીટ આપવી

 • મોટરવાહન વેરા તથા ઉતારુ વેરાની વસુલાત કરવી.

 • રસ્તા ઉપર ફરતા વાહનોં ચેકીંગ કરી તે અન્વયે મોટરવાહન કાયદાનાંભંગનાં કિસ્સા જોવા મળેતો તે સામે પગલાં લેવાં .

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તથા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓની કામગીરી

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીઓ તથા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીઓની કચેરીઓએ નીચે જણાવેલા જુદાજુદા અધિનિયમો / નિયમો ના અમલીકરણ અંગેની કામગીરી બજાવવાની હોય છે.

 • મોટર વાહન અધનયિમ- ૧૯૮૮

 • સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રુલ્સ -૧૯૮૯

 • ગુજરાત મોટર વ્હીકલ્સ રુલ્સ -૧૯૮૯

 • મુંબઈ મોટર વાહન વેરા અધનયિમ-૧૯પ૮ તથા મુંબઈ મોટર વાહન વેરા નયિમો -૧૯પ૯

 • મુંબઈ મોટરવાહન (ઉતારુ વેરો) અધનયિમ-૧૯પ૮ તથા મુંબઈ મોટરવાહન (ઉતારુ વેરો) નયિમો -૧૯પ૮ .

ઉપરોકત અધિનિયમો/નિયમોના અમલીકરણ અર્થે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓ / સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં નીચે દર્શાવ્યા મુજબની શાખાઓ હોય છે.

 • લાયસન્સ શાખા

 • રજીસ્ટ્રેશન શાખા

 • પરમીટ શાખા

 • ડી.એ. પ્રોસીકયુશન શાખા

 • ટેકસ શાખા

ઉપરોકત શાખાઓની કામગીરી નીચે મુજબ છે.

લાયસન્સ શાખા - મોટર વાહન હંકારવા માટેના શીખાઉ લાયસન્સ તથા સ્ટેજ કેરેજના કંડકટરોના લાયસન્સ ની કસોટી સહાયક મોટર વાહન નિરીક્ષકો દ્રારા લેવામાં આવે છે. જયારે ડ્રાઇવીંગ લાયસન્સ આપવા માટેની કસોટી તેમજ ટ્રાન્સપોર્ટ વાહત ચલાવવા માટેના ઓથોરાઇઝેશન (બેઇઝ) આપવા અંગેની કસોટી મોટર વાહન નિરીક્ષક દ્રારા લેવામાં આવે છે. ત્યરબાદ લાયસન્સ શાખા દ્રારા નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.

 • શીખાઉ લાયસન્સ તૈયાર કરીને ઇસ્યુ કરવા.

 • શીખાઉ લાયસન્સ રીન્યુ કરવા.

 • પાકા ડ્રાઇવીંગ લાયસન્સ ના સ્માટૃકાર્ડ ઇસ્યુ કરવા.

 • કન્ડકટરોનાં લાયસન્સ તૈયાર કરી ઈસ્યુ કરવા.

 • કન્ડકટરનાં લાયસન્સ રીન્યુકરવા કચેરીનાં રેકર્ડમાં તેની ના-ધ લઈ સંબંધીત અન્ય લાયસન્સ અધિકારીને તેની જાણ કરવી.

 • ડ્રાયવીંગ લાયસન્સ ઉપર ટ્રાન્સપોર્ટ વાહન હંકારવા માટેનાં ઓથોરાઈઝેશન અંગેનાં શેરા કરવા.

 • એક વર્ગનાં વાહનો ચલાવવા માટેના ડ્રાયવીંગ લાયસન્સ ઉપર બીજા વર્ગનાં વાહનો ચલાવવા અધિકૃત કરવા અંગેનાં શેરા કરવા.

 • એક વર્ગનાં વાહનો ચલાવવા માટેનાં ડ્રાયવીંગ લાયસન્સ ઉપર બીજા વર્ગનાં વાહનો ચલાવવા અધિકૃત કરવા અંગેનાં શેરા કરવા.

 • ડુપ્લીકેટ શીખાઉ લાયસન્સ, પાકા ડ્રાયવીંગ લાયસન્સ તથા કન્ડકટરનાં લાયસન્સ તૈયાર કરીને ઈસ્યુ કરવા.

 • ડ્રાયવીંગ લાયસન્સ તથા કન્ડકટરનાં લાયસન્સમાં સરનામાં ફેરફાર ના-ધવા.

 • અન્ય લાયસન્સ અધિકારી તરફથી મળેલ માહિતીની ના-ધ રેકર્ડમાં કરવી.

 • ડ્રાયવીંગ લાયસન્સ ઉપર કોર્ટ દ્વારા થયેલ શિક્ષા અંગેની ના-ધ કરવી.

 • ઈન્ટર નેશનલ પરમીટો ઈસ્યુ કરવી.

 • ડ્રાયવીંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા અથવા રદ કરવા અંગેની કામગીરી કરવી.

 • સમરી એકાઉન્ટ રજીસ્ટર લાયસન્સ ધરાવનારના નામનાં મૂળાક્ષર પ્રમાણેનાં રજીસ્ટરો તથા અન્ય રજીસ્ટરો નિભાવવા.

 • ડ્રાયવીંગ સ્કુલોને માન્યતા આપવા અંગનાં લાયસન્સ તૈયાર કરીનેઈસ્યુ કરવ, રીન્યુકરવા, ડુપ્લીકેટ લાયસન્સ આપવા.

 • શિખાઉ લાયસન્સ, ડ્રાયવીંગ લાયસન્સ, ઓથોરાઈઝેશન તથા કન્ડકટરનાં લાયસન્સ ઈસ્યુ કરવા, રીન્યુ કરવા, ડુપ્લીકેટ આપવા, ટેસ્ટ લેવા, વિગેરે અંગેની જુદા જુદા પ્રકારની ફી સ્વીકારીને રસીદો ઈસ્યુ કરવી તથા તે અંગેનાં હિસાબો રાખવા.

રજીસ્ટ્રેશન શાખા -- મોટર વાહનો રજીસ્ટર કરવા, રજીસ્ટ્રેશન સટીર્ફીકેટ રીન્યુ કરવા તથા ફીટનેશ સટીર્ફીકેટ આપવા અંગે વાહનોનું પાસીંગ મોટર વાહન નિરીક્ષકો દ્વારા કરવામાં આવે છે. પરંતુ તેને આનુષંગકિ નીચે દર્શાવ્યા મુજબની કામગીરી રજીસ્ટ્રેશન શાખા દ્વારા કરવામાં આવે છે.

 • મોટર વાહોનોનાં હંગામી રજીસ્ટ્રેશનનાં પ્રકરણ પત્રો તૈયાર કરી ઈસ્યુ કરવા.

 • મોટર વાહનોના ડીલરોનેટ્રેડ સટીર્ફીકેટો આપવા, રીન્યુ કરવા તથા ડુપ્લીકેટ ટ્રેડ સટીર્ફીકેટો આપવા.

 • મોટર વાહનોને પસંદગીનાં નંબરો આપવા અંગેની યોજના હેઠળ પસંદગીનાં નંબરો આપવા.

 • નવા મોટર વાહનોની ના-ધણી અંગેનાં પ્રમાણપત્રો તૈયાર કરી ઈસ્યુ કરવા.

 • બહારનાં રાજયોમાંના-ધાયેલા વાહનો ગુજરાત રાજયમાં ખસેડવામાં આવે ત્યારે તેવા વાહનો સંબંધમાં ગુજરાત રાજયનાં નવા ના-ધણી નંબરો આપી ના-ધણીનાં પ્રમાણપત્રો તૈયાર કરી ઈસ્યુ કરવા.

 • ડુપ્લીકેટ ના-ધણીનાં પ્રમાણપત્રો તૈયાર કરી ઈસ્યુ કરવા.

 • મોટર વાહનની માલિકીની તબદીલી, મોટર વાહનમાં ફેરફાર, હાયરપચેર્ઝ એગીમેન્ટ -લીઝ એગીમેન્ટ- હાઈપોથીકેશનનાં અસ્તત્વિ તથા તે રદ કર્યા અંગેની ના-ધ વાહનનાં ના-ધણીનાં પ્રમાણપત્રમાં તથા રજીસ્ટ્રેશન રેકર્ડમાં લેવી.

 • બહારનાં રાજયોમાંથી ગુજરાત રાજયમાં લાવવામાં આવેલ વાહનો સંબંધમાં વાહન માલકિે નમૂના એફટીમાં કરેલ જાહેરાત અન્વયે વાહનનાં કરવેરાનાં પ્રમાણપત્રમાં વેરો ભર્યા અંગે અથવા તેવું વાહન વેરો ભરવામાંથી મુકત છે. તે અંગેનો શેરો કરવો.

 • વાહનનાં રજિસ્ટ્રેશન અંગેની ‍િવગતો અરજદારોને આપવી.

 • વાહનનાં માલકિનાં સરનામામાં ફેરફાર અંગેની ના-ધણીનાં પ્રમાણપત્રમાંતથા રજીસ્ટ્રેશન રેકર્ડમાં લેવી.

 • મોટર વાહન રજીસ્ટ્રેશન રદ કર્યા અંગેની ના-ધ રજીસ્ટ્રેશન રેકર્ડમાં લેવી.

 • મોટર વાહન બહારનાં રાજયોમાં ખસેડવામાં આવે ત્યારે નો-ઓબજેકશન સટીર્ફીકેટ ઈસ્યુ કરવા.

 • રાજયનાં બીજા ના-ધણી અધિકારીઓ સાથેવાહનનાં રજીસ્ટ્રેશહન અંગે પત્ર વ્યવહાર કરવો.
  ૧૪. મોટર વાહનનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવા અથવા રદ કરવા અંગે કારણદર્શક નોટીસો વાહન માલકિને આપી રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવા અથવા રદ કરવા અંગેનાં હુકમો તૈયાર કરી ઈસ્યુ કરવા.

 • મોટર વાહનનાં રજીસ્ટ્રેશન રીન્યુઅલ, વાહન માલિકીની તબદીલી, સરનામામાં ફેરફાર, વાહનમાં ફેરફારની ના-ધણી, હાયર પરચેઝ એગીમેન્ટની ના-ધ કરવા અથવા તે રદ કરવા, વાહનને ફીટનેશ સટીર્ફીકેટ આપવા, રીન્યુકરવા ‍િવગેરે ફી સ્વીકારવી તથા તે અંગેનાં હિસાબો રાખવા.

પરમીટ શાખા -- ટ્રાન્સપોર્ટ વાહનો સંબંધમાં નીચે દર્શાવેલ પરમીટો પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રીઓ- સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રીઓ દ્વારા ઈસ્યુ કરવામાં આવે છે.

 • સ્ટેજ કેરેજ પરમીટ (ઓમ્ની બસ માટે )

 • કોન્ટ્રેકટ કેરેજ પરમીટ (ઓટોરીક્ષા, ટેક્ષકેબ તથા ઓમ્નીબસ માટે )

 • ગુડઝ કેરેજ પરમીટ (માલ વાહક વાહન માટે )

 • પ્રાઈવેટ સવીર્સ વ્હીકલ પરમીટ (ઓમ્ની બસ માટે )

 • નેશનલ પરમીટ ( માલ વાહક વાન માટે )

 • સ્પેશીયલ પરમીટ (ઉતારુ વાહન માટે )

 • હંગામી પરમીટ (ટ્રાન્સપોર્ટ વાહન માટે )

 • ઉપરોકત પરમીટોને લગતી નીચે મુજબની કામગીરી પરમીટ શાખા દ્વારા કરવામાં આવે છે.

  • ઉપરોકત પરમીટો મેળવવા અંગેનફ અરજીઓ અંગે કાર્યવાહી કરી પરમીટો ઈસ્યુ કરવી.

  • ઉપરોકત પરમીટો રીન્યુ કરવા માટેની અરજીઓ અંગે કાર્યવાહી કરી પરમીટો ઈસ્યુ રીન્યુ કરવી. પરમીટો ટ્રાન્સફર અંગેની અરજીઓ અંગે કાર્યવાહી કરવી.

  • ડુપ્લીકેટ પરમીટો ઈસ્યુ કરવી.

  • પરમીટોમાં વાહનનાં રીપ્લેસમેન્ટની અરજીઓ અંગે કાર્યવાહી કરવી.

  • પરમીટ અંગેની માહિતી અરજદારોને પૂરી પાડવી.

  • પરમીટ સંબંધી અપીલોનેલગતી કામગીરી કરવી.

  • પરમીટની શરતોમાં ફેરફાર અંગેની કાર્યવાહી કરવી.

  • ઉપરોકત પરમીટો આપવા, રીન્યુ કરવા, ટ્રાન્સફર કરવા, સરનામામાં ફેરફાર પરમીટમાં ના-ધવા, પરમીટમાં વાહનનાં રીપ્લેસમેન્ટ ના-ધ કરવા વિગેરે બાબતોની ફી સ્વીકારી રસીદો ઈસ્યુ કરવી તથા તે અંગેનાં હિસાબો રાખવા.

ડી.એ.તથા પ્રોસીકયુશન શાખા -- મોટર વાહન ખાતાના પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રી, સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રી, મોટરવાહન નિરીક્ષકો, સહાયક મોટર વાહન નિરીક્ષકો, તથા પોલીસ અધિકારીઓ દ્વારા વાહનોનું નયિમીત રીતે ચેકીંગ કરવામાં આવેછે. કચેરીનાં અધિકારીઓએ ઈસ્યુકરેલ ચેકીંગ રીપોર્ટસ અંગેની કાર્યવારી આ શાખા દ્વારા કરવામાં આવે છે.

 • આ શાખાને મળેલ તમામ ચેકીંગ રીપોર્ટની વગતોિની ના-ધ ડી.એ રજીસ્ટરમાં કરવામાં આવે છે. ત્યારબાદ વાહન માલિકો અન્ય પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી/ સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીની હકુમતમાં રહેતાં હોઈ તો જે તે અધિકારીનેચેકીંગ રીપોર્ટસ યોગ્ય કાર્યવાહી અથેર્‍ મોકલવામાં આવે છે. આ ચેકીંગ રીપોર્ટસમાં દર્શાવેલ પરમીટ શરતનાં ભંગ બદલ પરમીટ આપનાર સત્તા મંડળ દ્વારા મોટર વાહન અધનયિમ-૧૯૮૮ની કલમ-૮૬ (૧) હેઠળ પરમીટ રદ કરવા અથવા મોકુફ રાખવા અંગે પરમીટ ધારકને કારણદર્શક નોટીસો આપવા, તેનાં સંદર્ભમાં મળેલ રજુઆતો અંગે યોગ્ય સત્તા અધિકારી સ્વીકારીનાં હુકમો મેળવી પરમીટ રદ કરવા અથવા મોકુફ રાખવા અંગેની કાર્યવારી આ શાખા કરે છે. સદરહું અધનયિમની કલમ-૮૬(પ) હેઠળ પરમીટ રદ થવાનેઅથવા મોકુફ રાખવાને પાત્ર હોય અનેવાહન વ્યવહાર સત્તા મંડળનો અભિપ્રાય એવો થાય કે આ કેસનાં ધ્યાનમાં લેતા પરમીટ ધરાવનાર નાંણાની અમુક રકમ આપવાને કબુલ થાય તો, પરમીટ રદ કરવાનું અથવામોકુફ રખવાનું ઈષ્ટ નથી ત્યારે વાહન વ્યવહાર સત્તા મંડળ પરમીટ રદ કરવાને અથવા મોકુફ રાખવાને બદલે કબુલ કર્યા પ્રમાણેની નાણાંની રકમ પરમીટ ધારક પાસેથી વસુલ લઈ શકે છે. પરમીટ મોકુફ રાખવાની સત્તા પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી / સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીને પ્રાદેશીક વાહન વ્યવહાર સત્તા મંડળે સુપ્રતકરેલ છે. આ શાખા ઉપર જણાવ્યા મુબજ કબુલેલ કંપોઝીશન ફી વસુલ લે છે તથા તે અંગેના હિસાબો રાખે છે.

 • મોટર વાહન અધનયિમ-૧૯૮૮ની કલમમા નિર્દિષ્‍ટ જુદી જુદી કલમો હેઠળ શિક્ષાને પાત્ર ગુનાઓ માટે વાહન માલકિ ડ્રાયવર પાસેથી ગુનાની માંડવાળ પેટે કંપોઝીશન ફી વસુલ લેવાની કાર્યવાહી પણ આ શાખા કરે છે. જો વાહન માલકિ / ડ્રાયવર ગુનાનો માંડવાર કરવા માંગતો ન હોઈ તો તેઓ સામે કોર્ટમાં ફરીયાદો દાખલ કરવામાં આવે છે.

 • સદરહું અધનયિમની કલમ-૧૯ હેઠળ ડ્રાયવરોનાં ડ્રાયવીંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા અંગે ડ્રાયવરોને કારણદર્શક નોટીસો આપી તેઓની રજુઆતો મળેથી લાયસન્સ અધિકારીનાં હુકમો મેળવી લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ આ શાખા કરે છે.

કર શાખા --  આ શાખા મોટરવાહન વેરો આજીવન ઉચ્ચકવેરો તથા ઉતારુ વેરાની વસુલાતની કાર્યવાહી કરે છે. સબ્સીડીયરી રજીસ્ટરો નિભાવેછે. વાહનની રજીસ્ટ્રેશન બુકમાં તથા ટેક્ષ ઈન્ડેક્ષ કાર્ડમાં વેરો ભર્યાની ના-ધ કરે છે. વાહનનેબીન વપરાશમાં રાખવા અંગે મળેલ અરજીઓ અંગેની કાર્યવાહી કરેછે. જેમાં વાહનનાંબીન વપરાશઅંગે મોટર વાહન નિરીક્ષક મારફતેતપાસ કરવી. બીન વપરાશની ના-ધ રજીસ્ટ્રેશન બુક તથા રેકર્ડમાં કરવી. વાહનને બીનવપરાશમાંથી ચાલુકરવાની પરવાનગી આપવી, વાહનનાં બીન વપરાશનાં સ્થળમાં ફેરફાર અંગેની પરવાનગી આપવી વિગેરે બાબતોનો સમાવેશ થાય છે. વેરાનાં રીફન્ડ અંગે મળેલ અરજીઓ અંગે કાર્યવાહી કરે છે. રીફન્ડ ઓર્ડર ઈસ્યુ કરે છે. રીફન્ડ અંગેનું રજીસ્ટર નીભાવે છે. કેશબુકમાં વેરો ભર્યાની મુળ એન્ટ્રી સામેતેમજ ટક્ષ ઈન્ડેક્ષ કાર્ડમાં રીફન્ડ અંગેની નોંધ કરે છે. રીફન્ડ ઓર્ડર તાજુ કરે છે.

માલ વાહનો સંબંધમાં નુર કર ભર્યા અંગેનાં પ્રમાણપત્રો ઈસ્યુ કરેછે. રીટર્ન દ્વારા ભરવામાંઆવતાં નુરકરની ચકાસણી તથા આકારણી કરે છે. નુરકર રીફન્ડ આપવા અંગેની કાર્યવાહી કરે છે. નુર કર ભર્યા અંગેનાં ડુપ્લીકેટ પ્રમાણપત્રો ઈસ્યુ કરે છે.

જુદાજુદા પ્રકારનાં માહિતીપ્રદ રજીસ્ટરો નિભાવેછે. વાહનોનો વેરો ભર્યા અંગેની માહિતી અરજદારો દ્વારા માંગણી કરવામાં આવતા તે આપે છે. રાજયના અન્ય કરવેરા અધિકારીઓ સાથે વાહનોનાંવેરા સંબંધીત પત્રવ્યવહાર કરે છે.

જે વાહનો સંબંધમા ટેક્ષ બાકી નીકળતો હોઈ તેના માલકિોનેકર વસુલાત અંગેની નોટીસો ઈસ્યુ કરે છે. નોટીસો આપવા છતાં વાહન માલિકો કર ન ભરે તો જમીન મહેસુલ રાહે આવા કેસો મોટરવાહન વેરા વસુલા મામલતદાર / સર્કલ ઓફીસને સોંપેછે.

ઉપરોકત શાખાઓ ઉપરાંત પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી / સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારીની કચેરીઓમાં નીચે મુજબની શાખાઓ હોયછે.

 • મહેકમ શાખા-- જે કચેરીના કર્મચારીઓની નોકરીનેલગતી બાબતો તેમજ વહીવટી બાબતો અંગેની કામગીરી કરે છે.

 • રજીસ્ટ્રી શાખા -- જે કચેરીમાં આવતી ટપાલ તથા બહાર મોકલવાના કાગળોની રજીસ્ટરમાં ના-ધ રાખે છે.

 • મોટર વાહન વેરો વસુલાત મામલતદાર / સર્કલ ઓફિસરની શાખા કે જેવેરાની વસુલાત જમીન મહેસુલ રાહે કરવા અંગેની કામગીરી કરે છે.

 આપની સેવામાં
શિખાઉ લાઇસન્સ કસોટી - ડેમોન્સ્ટ્રેશન
ફી માળખું
કર માળખું
દંડ માળખું
માહિતી મેળવવાના અધિકાર
(વાહનવ્યવહાર કમિશનરશ્રીની કચેરી)
નાગરિક અધિકાર પત્ર
કયા કામ માટે કોને અરજી કરવી
ફરિયાદ
એપેલેટ ઓથોરિટી
પ્રશ્નો - ઉત્તર
જીલ્લાઓના કોડ
રાજ્યોના કોડ નંબર
શબ્દકોષ
ફોર્મ્સ
પસંદગીના નંબર
સંપર્ક
આરટીઓ અમદાવાદ(પૂર્વ) માહિતી
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 વિગતવાર જૂઓ
 

અમારા વિશે


લક્ષ્ય અને હેતુ
આવકની માહિતી
તાલુકા કેમ્‍પ
વહીવટી માળખું
હોદ્દાઓની વિગત
અધિકારીઓની સત્તા અને ફરજો
જાહેર માહિતી અધિકારી
શાખાઓની વિગત
જીલ્‍લામાં વાહનોની સંખ્‍યા

નીતિ


કાયદા અને નિયમો
ઠરાવો અને પરિપત્રો

પ્રવૃત્તિઓ


સલામતી
નોંધણી
પરમિટ
લાયસન્‍સ
અમલીકરણ
આંકડાકીય માહિતી
પ્રદૂષણ
ઇંધણ પસંદગી
કર પધ્ધતિ

મદદ


ફોર્મ્સ
સંપર્ક

Ministry of Road Transport and Highways
Gujarat State Wide Area Network
Commissioner of Transport
Official Gujarat State portal
Sarthi
Vahan
FTA HSRP Solutions Pvt Ltd.
Automated Driving Test Track-Appointment
Automated Driving Test Track-Mandatory Signals
Automated Driving Test Track-Appointment Tracking
Chief Electoral Officer, Gujarat State
Statue of Unity
India Government Portal Vibrant Gujarat Mygov

   ડિસક્લેઇમર  |     પ્રતિભાવ    |    સાઈટમેપ

Last updated on 08-05-2017