|
વહીવટી
તંત્રને
અસરકારક અને
ઉત્તરદાયી
બનાવવાના
પ્રયાસના
ભાગરૂપે તથા
કચેરીને
લગતી કામગીરી
અંગે
આવતી જાહેર
જનતાના
પ્રશ્નોમાં
માર્ગદર્શનરૂપ
થાય તે હેતુથી
મોટરવાહન
ખાતાની
કાર્યપદ્ધતિની
સરળ સમજ અને
માહિતી
આપવાનો પ્રયત્ન
આ નાગરીક
અધિકાર
માહિતી પત્રમાં
કરવામાં આવેલો
છે. જે આમ જનતાને
ઘણી જ ઉપયોગી થઇ
પડશે એવી આશા છે.
આ
ખાતા દ્વારા
વાહનોની
નોંધણી, પરમીટ,
ડ્રાઇવીંગ
લાયસન્સ
કાઢી આપવા માલ-
સામાન
અને મુસાફરીના
જુદા જુદા
વાહનો
માટે પરવાના
આપવા
અને કર
ઉઘરાવવાની
કામગીરી, મોટર
વાહન અધિનિયમ
તથા
તે હેઠળના
નિયમાનુસાર
કરવામાં આવે
છે.
|